ગુજરાતમાં કોંગ્રેસને છ મહિના બાદ નવા પ્રદેશ પ્રમુખ મળતા અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોર પદ ગ્રહણ કરે તે પહેલાં તેમના ફોટા સાથેની કેક કાપી હતી. અમદાવાદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના નવ નિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રદેશના વરિષ્ઠ હોદેદારો કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જગદીશ ઠાકોરને વિધિવત ચાર્જ સોંપ્યો હતો ત્યારબાદ જગદીશ ઠાકોરનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પણ સન્માન સમારોહમાં પોહ્ચ્યા હતા. 2022 ની ચૂંટણી પહેલા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું છેલ્લા અનેક વર્ષોથી રાજ્યમાં કોંગ્રેસ નબળી છે અને ભાજપની સામે સંગઠનની દ્રષ્ટિએ પણ બહુ પાછળ છે ત્યારે નવ નિયુકત પ્રદેશ પ્રમુખ સામે આ સૌથી મોટો પડકાર છે.મંચ પરથી દરેક કોંગ્રેસી નેતાઓએ એક સાથે રહી કામ કરવાની જાહેરાત કરી હતી પણ ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે જગદીશ ઠાકોરના પ્રમુખ બનવાથી અનેક નેતાઓ નારાજ છે અને તેની નારાજગી આગામી ચૂંટણીમાં બહાર આવશે