અમદાવાદ : પેટ્રોલ પંપ પર "નો-સ્ટોક"ના પાટિયા લાગ્યા, પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાતા લોકોને હાલાકી...

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી સર્જાઈ છે. ઘણા બધા પેટ્રોલ પંપ પર તો પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ હોવાના પણ બોર્ડ નજરે પડી રહ્યા છે.

અમદાવાદ : પેટ્રોલ પંપ પર "નો-સ્ટોક"ના પાટિયા લાગ્યા, પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાતા લોકોને હાલાકી...
New Update

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી સર્જાઈ છે. ઘણા બધા પેટ્રોલ પંપ પર તો પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ હોવાના પણ બોર્ડ નજરે પડી રહ્યા છે. જેના કારણે અનેક વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ઘણા બધા પેટ્રોલ પંપ આવેલા છે. પરંતુ તેમાંથી અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક જોવા મળતો નથી. જેના કારણે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ છે, ડિલરોએ પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર કાપ મુક્યો છે. પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 1 મહિનાથી ડીઝલની સપ્લાય ઓછી થવાના કારણે તંગી સર્જાઈ રહી છે. કેટલાક ડિલરોએ એડવાન્સમાં રકમ ચૂકવી છે, તેમ છતાં 2 દિવસે પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે. ભારતમાં 3 પેટ્રોલિયમ કંપની પૈકી ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપની 2 કંપનીમાં શોર્ટ સપ્લાય છે, જ્યારે ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી શોર્ટ સપ્લાય કરવામાં આવ્યું નથી. શોર્ટ સપ્લાય કહેવાનું મુખ્ય કારણ અત્યારે બજાર ભાવ ઇન્ટરનેશનલ કરતા ઘણા ઓછા છે. જેથી પ્રતિ 1 લિટરે 22 રૂપિયા જેટલું નુકશાન થઈ રહ્યું છે.

#Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Diesel #Crude oil #petrol pump #shortage #Petrol #No-stock #signs boards
Here are a few more articles:
Read the Next Article