અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષા ફરી મોકુફ, કોંગ્રેસ આકરા પાણીએ

રાજયમાં બિન સચિવાલયમાં કર્મચારીઓની ભરતીની પરીક્ષા સરકાર માટે ગળામાંના હાડકા જેવી બની છે.

New Update
અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષા ફરી મોકુફ, કોંગ્રેસ આકરા પાણીએ

રાજયમાં બિન સચિવાલયમાં કર્મચારીઓની ભરતીની પરીક્ષા સરકાર માટે ગળામાંના હાડકા જેવી બની છે. પરીક્ષાની તારીખો જાહેર કરી દીધા બાદ અચાનક પરીક્ષા મોકુફ રાખવામાં આવતાં પરીક્ષાર્થીઓમાં રોષ ફેલાયો છે જયારે કોંગ્રસે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધાં છે.

બિન સચિવાલય પરીક્ષા રદ થતાં અમદાવાદમાં યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજયું હતું. અમદાવાદની કલેકટર કચેરી બહાર મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા અને નારેબાજી કરતા કરતા કલેકટર ઓફિસમાં ગયા હતાં. કલેકટર કચેરીના ગેટ પર જયારે યુથ કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા ત્યારે અંદર ન જવા દેતા કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ધક્કામુકી થઇ હતી. ત્યારબાદ 15 થી 20 લોકોને અંદર જવા દેવાની પરવાનગી આપી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

યુવક કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, સરકાર પેપર લીક થતાં રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે અને તેનું પરિણામ હજારો પરીક્ષાર્થીઓને ભોગવવું પડતું હોય છે. રાજયની ભાજપ સરકાર યુવાનો સાથે ખીલવાડ કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ તરફથી ઉગ્ર આંદોલનો કરાશે. કલેકટર કચેરીથી યુવક કાર્યકરો સુભાષબ્રિજ ખાતે પુતળા દહન કરવામાં આવ્યું હતું.

Latest Stories