ખાડીયામાં ખુખ્યાત મોન્ટુ નામદારએ તેમાં સગીરીતો સાથે મળીને ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબીની ની બેઝબોલ મારીનેહત્યા કરી હતી.ત્યારે આરોપી મોન્ટુ સિંઘની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12 કલાકમાં જ ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ખાડીયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવાઇ છે. અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિઓએ રાકેશ ઉર્ફે બોબી પર બેઝબોલના દંડા અને લાકડીના ફટકા મારી હત્યા કરી હતી.આરોપી મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 12 કલાકની અંદર જ ઇશનપુરથી ધરપકડ કરી છે.આરોપીએ મોન્ટુ નામદાર એ 1992એમએ સચીન ઉર્ફે પવન તથા જુગનુ ગાંધીની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી આ બને ને ગમતું નહોતું, તેઓ અવાર નવાર આરોપીને મારવા માટેના પ્લાન બનાવતા હતા .
આ દરમ્યાનમાં થોડા સમય અગાઉ સચીન ઉર્ફે પવન તથા જુગનુ ગાંધી તથા તેમનો મિત્ર રાકેશ ઉર્ફે બોબી મહેતાએ તેમના મળતીયા માણસો સાથે મોન્ટુ નામદાર ના દિકરા પ્રીન્સનું મર્ડર કરવા માટે માઉન્ટ આબુ તથા રતનપુર ખાતે મીટીંગ કરેલ હોવાનું પીન્ટુ ને જાણવા મળતા તેના મિત્રો સાથે મળી રાકેશ ઉર્ફે બોબી મહેતાનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતુંન અને રાકેશ ઉર્ફે બોબી પોતાની ઓફિસથી નિકળી રાબેતા મુજબ સાંજના ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે જુગનુની ઓફિસે નિયમીત જતો હતો ત્યારે આરોપી મોન્ટુ નામદાર , પોતાના મિત્ર વિશ્વા ઉર્ફે વિસુ રામી તથા જયરામ રબારીનાઓએ ભેગા મળી રાકેશ ઉર્ફે બોબી પોતાની ઓફિસ આગળથી પસાર થતા જેને રોકી લઇ આરોપીએ તથા તેના મિત્રોએ બેઝબોલના દંડાથી તેના બંને પગના ઢીંચણો તથા શરીરના ભાગે માર મારી પોતાની ગાડીમાં ભાગી ગયા હતા.જેમાંથી મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.આમ ભાજપના નેતા સાથે ગાઢ સંબંધ ધરાવતા કાર્યકર્તાની જ હત્યા થતા અમદાવાદ શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા છે.