અમદાવાદ : હવે, પોલીસકર્મીઓ સામે પણ થશે કાર્યવાહી, જુઓ પોલીસ કમિશનરે કેવા આદેશ આપ્યા..!

અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી.

New Update
અમદાવાદ : હવે, પોલીસકર્મીઓ સામે પણ થશે કાર્યવાહી, જુઓ પોલીસ કમિશનરે કેવા આદેશ આપ્યા..!

અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી. જોકે, હવે ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસકર્મીઓએ પણ દંડ ભરવો પડશે. તા. 26 એપ્રિલથી પોલીસ કર્મચારીઓ માટે શરૂ થયેલી આ ડ્રાઈવ તા. 1 એપ્રિલ સુધી ચાલશે. એટલુ જ નહીં, આજથી એટલે કે, તા. 27 એપ્રિલથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે મુજબ ખાનગી કાર કે, બાઈક પર પોલીસ કે, અન્ય કોઈપણ લખાણ લખી નહીં શકાય.

જો તેવું જણાશે તો દંડ ફટકારવામાં આવશે. સાથે જ હેલ્મેટ વગર વાહન ચલાવનાર અને ટ્રાફિક નિયમો તોડતા પોલીસકર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ધ્યાનમાં આવ્યું હતું કે, પોલીસકર્મીઓ જ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, ત્યારે આગામી 7 દિવસ સુધી ચાલનાર ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત હેલ્મેટ પહેર્યા વગર આવતા-જતા પોલીસકર્મીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત પોલીસની કારમાંથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ : હવે, પોલીસકર્મીઓ સામે પણ થશે કાર્યવાહી, જુઓ પોલીસ કમિશનરે કેવા આદેશ આપ્યા..!

Latest Stories