Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દુબઈથી પરત ફરતા જ સી.એમ.ભુપેન્દ્ર પટેલે સામાન્ય લોકોની જેમ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવ્યો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇની બે દિવસીય મુલાકાતે ગયેલું ગુજરાત પ્રતિનિધિ મંડળ સફળતા પૂર્વક મુલાકાત પૂર્ણ કરી ગુરુવારે રાત્રે પરત આવ્યું છે

X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇની બે દિવસીય મુલાકાતે ગયેલું ગુજરાત પ્રતિનિધિ મંડળ સફળતા પૂર્વક મુલાકાત પૂર્ણ કરી ગુરુવારે રાત્રે પરત આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશથી આવતા પ્રવાસીઓ યાત્રિકો માટે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન સમયે ફરજિયાત બનાવવામાં આવેલી આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટસામાન્ય યાત્રી મુસાફર જેમ જ કર્યા હતા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈની બે દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરીને પ્રતિનિધિમંડળ સાથે આજે રાત્રે પરત આવ્યા. મુખ્યમંત્રીએ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ભારત સરકાર દ્વારા એરપોર્ટ પર ફરજિયાત બનાવવામાં આવેલ આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ સામાન્ય મુસાફરની જેમ જ કરાવ્યા હતા તેમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા સહીત વરિષ્ઠ અધિકારીઓ પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનનેલઈને સરકાર સતર્ક બની છે. જેની સાથે જ અમદાવાદએરપોર્ટપર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીઓ લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.જેમાં એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટ સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય

Next Story