/connect-gujarat/media/post_banners/3854bbad8f73dfb91a281b0d4b2dae23bd86a3881c2b80715eabec190432e615.webp)
આજે મહાશિવરાત્રી પર્વને લઇને ઠેર ઠેર શિવજીના મંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગી છે, ત્યારે અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે પણ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આજના પવિત્ર દિવસે ભાવિકભક્તોએ શિવ-પાર્વતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ, સમગ્ર વિશ્વેશ્વર મહાદેવ મંદિર તેમજ શિવલિંગને ફૂલોથી શણગારવામાં આવતા શિવભક્તોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ સંધ્યા સમયે 4 જેટલી અલગ અલગ આરતી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા છે.