ગુજરાતમાં તમામ તહેવાર ભારે ઉત્સાહ પૂર્વક ઉજવાતા હોય છે ત્યારે હોળીના પર્વ નિમિતે બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી રહી છેપરંતુ ભાવ વધુ જણાતા મંદીનો માહોલ સર્જાયો છે.
આજે હોળીનો તહેવાર છે ત્યાર બાદ ધૂળેટીનું પર્વ ઉજવાશે.આ તહેવાર રંગોનો તહેવાર કહેવાય છે ત્યારે આ વખતે અવનવી વેરાયટીની પિચકારીઓ બજારમાં જોવા મળે છે. જે બાળકો અને ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંતુ આ વખતે બજારમાં મંદી ચોક્કસ જોવા મળે છે. કારણકે પિચકારીના ભાવમાં આ વખતે ૩૦ થી ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે રંગોમાં ૧૫ ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. જેના કારણે ગ્રાહકો આ વખતે પિચકારી લેવા ઓછા આવે છે. પરંતુ આ વખતે છેલ્લા દિવસે બજાર ખુલશે તેવી આશા સાથે વેપારીઓ બેઠા છે
હોળી ધૂળેટીના પર્વની અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉજવણી કરતા હોય છે જો કે દર વખતે રંગ અને પિચકારીના ભાવમાં વધારો થયા છે જેના કારણે લોકોના ખિસ્સા પર અસર પહોંચે છે. આમ છતા લોકો હર્ષોઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરે છે