Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,જુઓ કયા કયા જીલ્લામાં પડશે વરસાદ

રાજયમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે આવનારા 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે

X

રાજયમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે આવનારા 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે.

રાજ્યમાં મેઘરાજા મહેરબાન છે ત્યારે ફરી એક વાર આવનારા 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી રાજ્યના મોસમ વિભાગે કરી છે.મોસમ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોસમ વિભાગના કહેવા અનુસાર અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઇ છે જેની અસર રાજ્યના કેટલાક જિલ્લામાં થશે.

Next Story