/connect-gujarat/media/post_banners/56d10899c7fb55630be28ade9532f4af2993ee5679a8773683a8fe8efa8c36eb.jpg)
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી. જેનો ભેદ ગ્રામ્ય પોલીસે ઉકેલી આરોપીને ઝડપી પડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત 4 તારીખે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભાં પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ધામતવણ ગામની સીમમાં એક અજાણ્યા ઇસમનો માથાના ભાગે ઇજા પહોચાડી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક લાલજી પ્રતાપજી જમીન પર ભાગમાં ખેતી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકને છેલ્લે ફોન કરી રાત્રિના સમયે રૂમાલ ચુનારાએ બોલાવ્યો હતો. જેમાં ખેતરમાં રોજડાનો ત્રાસ અને પાકને નુકશાન કરતાં હોવાથી રોજડા ભગાડવા બોલવામાં આવ્યો હતો. જે બાબતે બન્ને વચ્ચે ઝગડો થયો હતો, અને આવેશમાં આવી રૂમાલ ચુનારાએ લાકડા વડે તેના માથાના ભાગે વાર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો, ત્યારે હાલ તો પોલીસે આરોપીને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કરતાં તેના 14 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.