અમદાવાદ : 50 હજાર રૂપિયાની સહાય મેળવવા પડાપડી, જટિલ કાર્યવાહીથી પરેશાની

રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત થતાંની સાથે ફોર્મ મેળવવા મૃતકોના પરિવારજનો પડાપડી કરી રહયાં છે.

New Update
અમદાવાદ : 50 હજાર રૂપિયાની સહાય મેળવવા પડાપડી, જટિલ કાર્યવાહીથી પરેશાની

રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત થતાંની સાથે ફોર્મ મેળવવા મૃતકોના પરિવારજનો પડાપડી કરી રહયાં છે. સહાય મેળવવા માટેની કાર્યવાહી જટિલ હોવાથી આ સહાય મદદ છે કે મશ્કરી તે એક સવાલ છે.

ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ હવે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને સહાય આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે.. પરંતુ આ પ્રક્રિયામાં મૃતકોના પરિવારજનોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.. કારણ કે, સહાયના ફોર્મ ભરવા માટે પણ મૃતકના પરિવારજનો લાઈનો લગાવી રહ્યા છે. એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામનારા લોકો સરકારી આંકડા કરતા પણ વધુ પ્રમાણમાં ફોર્મ ભરાયા છે.. હવે સવાલ એ ઉભો થયો છે કે, સરકારે જાહેર કરેલા મૃત્યુના આંકડા સાચા કે ખોટા તે એક સવાલ ઉભો થયો છે.

રાજયમાં કોરોનાની બંને લહેર દરમિયાન હોસ્પિટલો અને સ્મશાનની બહાર લોકોની કતાર જોવા મળી હતી હવે સરકારી કચેરીઓની બહાર લોકોની કતાર લાગી રહી છે. રાજયમાં કોરોનાથી મૃત્યુનો આંકડો ઉંચો રહયાં બાદ અચાનક જ કોરોનાથી થતાં મૃત્યુના આંકડા નિયંત્રણમાં આવી ગયાં હતાં હવે સહાયના ફોર્મ માટે થતી પડાપડી અલગ જ સ્થિતિ બતાવી રહી છે. એટલું જ નહીં સહાયના ફોર્મ ભરવા માટે પણ મૃતકોના પરિવારજનોને ખુબ તકલીફ પડી રહી છે. કારણ કે, સત્તાધિશો વારંવાર વિવિધ ડોક્યુમેન્ટ માટે ધક્કા ખવડાવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ સવાર થતાંની સાથે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે. અનેક સ્વજનોની ફરિયાદ છે કે તેમના પરિવારજનોને અહી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરેલા અને અહીં મૃત્યુ થયું છતાં અમને સર્ટીફીકેટમાં કોઈ લખાણ આપવામાં આવ્યું નથી. હવે જ્યારે અમે આ ફોર્મ સબમિટ કરવા આવીએ છીએ તો ધક્કા ખાવા પડે છે. લોકોને એ ખબર નથી પડતી કે સરકાર મદદ કરી રહી છે કે કોરોનાથી મૃત્યુ પામેલાં લોકોની મજાક ઉડાવી રહી છે

Latest Stories