અમદાવાદ: ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે પ્રચાર માટે 'ચિત્રસ્પર્ધા', સરકારી દીવાલો પર કરાયા આડેધડ પેઈન્ટીંગ

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અનેક વિસ્તારમાં મોટા પિલ્લર ઉભા કરવામાં આવ્યા છે

New Update
અમદાવાદ: ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે પ્રચાર માટે 'ચિત્રસ્પર્ધા', સરકારી દીવાલો પર કરાયા આડેધડ પેઈન્ટીંગ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત થઇ છે પણ આ પ્રચારમાં રાજકીય પાર્ટીઓ સરકારી ઇમારતો અને સરકારી સંપત્તિની દીવાલો પણ ચીતરી રહી છે અમદાવાદમાં અનેક સરકારી દીવાલો પર ભાજપ કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ચુનાવી ચિન્હો ચીતરતા સરકારી દીવાલો બેરંગ લાગી રહી છે

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અનેક વિસ્તારમાં મોટા પિલ્લર ઉભા કરવામાં આવ્યા છે પણ આ પિલ્લરનો સદ્ ઉપયોગ રાજકીય પાર્ટી કરી રહી છે શહેરના મેમનગર ગુરુકુળ વિસ્તારમાં આવેલ મેટ્રોના પિલ્લરને હજી કલર કામ થયા તેને થોડા દિવસ થયા છે ત્યાં અહીં ભાજપ કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચાર માટે ચુનાવી ચિન્હો દોરી નાખ્યા છે.આમ નિયમ છે કે સરકારી દીવાલ કે સરકારી ઇમારતો પર કોઈ પ્રકારે પેન્ટિંગ કરી શકાય નહિ અને કરે તો તે ગુન્હો નોંધાઈ છે પણ અહીં તો આવા નિયમોની ખુલ્લેઆમ એસીતેસી કરવામાં આવી છે કારણકે સ્થાનીય તંત્ર પણ આ બાબતે મૌન ધારણ કરીને બેઠું છે તેથી રાજકીય પાર્ટીઓને મોકળૂ મેદાન મળી જાય છે.મેટ્રો નિગમે કરોડોના ખર્ચે પિલ્લર પર રંગરોગાન કરવાનું કાર્ય કર્યું છે પણ રાજકીય પાર્ટી આ કામ પર જાણે દાગ લગાવી રહી છે ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં એ જોવાનું રહેશે

Latest Stories