Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ પોલીસે શું કામ ભર્યું આવું પગલું

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌથી મોટો પડકાર રથયાત્રાને સહી સલામત નીજ મંદિર પરત લાવવાનો હોય છે.

X

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌથી મોટો પડકાર રથયાત્રાને સહી સલામત નીજ મંદિર પરત લાવવાનો હોય છે. અમદાવાદ પોલીસ જમીન સ્તરથી લઇ આકાશી સુરક્ષા કવચ આપી રહી છે જેનાભાગરૂપે રથયાત્રાના રૂટ પર પેરા ગ્લાઈડિંગ દ્વારા એર સર્વેલન્સની ટ્રાયલ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી

અમદાવાદમાં નીકળનાર 145 મી રથયાત્રાને લઇ સ્થાનિક તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે તો બીજી તરફ પોલીસ પણ એક્ષનમાં આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન 25 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે તો સાથે શહેર પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રથયાત્રાના સમગ્ર રૂટ પર હેલીકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તો સાથે હવે પોલીસ પેરા ગ્લાઈડિંગ દ્વારા રૂટ પર નજર રાખશે જેના માટે ખાસ પંજાબથી ટ્રેનર બોલાવવામાં આવ્યા છે. 2 વ્યક્તિ સાથે આ પેરા ટીમ સતત 2 કલાક રથયાત્રાના રૂટ પર ઉડાન ભરશે રથયાત્રા દરમિયાન ધાબા કે અગાશી પર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોઈ તો તેની સૂચના સ્થાનિક પોલીસને આપશે રથયાત્રા દરમિયાન પ્રથમ વખત આ પ્રયોગ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે

એક સાથે બે પોલીસ જવાનો વોકીટોકી અને હાઈફાઈ કેમેરા સાથે વોચ કરશે આ ટિમ જમીનથી 500 ફૂટ ઉપર એર ફલાઈ કરશે જેનું મોનીટરીંગ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો ટીમ કોઈ પણ સૂચના આપશે તો જીપીએસની મદદથી નજીકના પોલીસ અધિકારીઓ અને જવાનો મિનિટોમાં સ્થળ પર પહોંચી જશે.આમ ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રામાં શહેર પોલીસ ટેક્નોલોજીની મદદથી સુરક્ષા કવચ આપશે

Next Story