Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા લોકો આતુર, જુવો કેવી છે તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ મોદી જ્યારે બે વર્ષ બાદ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.

X

વડાપ્રધાન નરેન્દ મોદી જ્યારે બે વર્ષ બાદ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી તેમનો રોડ શો યોજાશે. રોડ શોની તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. વડાપ્રધાનના અભિવાદન માટે 4 લાખ લોકો હાજર રહેવાના છે. લોકોને ઉભા રહેવા માટે રોડની ડાબી તરફ રેલીગ કરી દેવામાં આવી છે. એરપોર્ટથી લઇ અને કમલમ સુધી 50 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રૂટ પર અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક પોઇન્ટ પર DYSP અને PI કક્ષાના અધિકારીઓને રાખવામાં આવ્યા છે.

ઈન્દિરાબ્રિજ પર ભાજપના ઝંડા પણ લગાવી દેવામાં આવ્યા છે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાનના સરપંચ સંમેલન અંગે માહિતી આપતાં સી.આર.પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહે તેવું આયોજન કરાયું છે.

Next Story