અમદાવાદીઓ ચેતી જજો, હવે આ 16 નિયમોનો ભંગ કરશે તો આવશે ઈ-મેમો

ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

New Update
અમદાવાદીઓ ચેતી જજો, હવે આ 16 નિયમોનો ભંગ કરશે તો આવશે ઈ-મેમો

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકોને ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો અમલ કરે એ માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે તો પણ ઈ-મેમો આવશે.રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે.BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હીલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે.આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાય નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે.2 કરતા વધારે લોકો ટુ વ્હીલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ-મેમો આવશે.સાથે જ રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.ચાલકે ફોર વ્હીલર

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise