Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત

દિવાળીની ઉજવણીમાં મશગુલ લોકોના ખિસ્સા ડીઝલ, પેટ્રોલ અને સીએનજી ખાલી કરી રહયાં છે.

X

દિવાળીની ઉજવણીમાં મશગુલ લોકોના ખિસ્સા ડીઝલ, પેટ્રોલ અને સીએનજી ખાલી કરી રહયાં છે. સતત વધી રહેલાં ભાવોના કારણે હવે વાહન ચલાવવાનું મુશ્કેલી બની ગયું છે.

છેલ્લા ચાર મહિનાથી શરૂ થયેલો ભાવવધારો આજે પણ યથાવત રહયો છે. પેટ્રોલ, ડીઝલ અને CNGમાં થઈ રહેલો સતત ભાવ વધારો સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલીનો પહાડ બની રહયો છે. ગયા વર્ષે પણ કોરોના મહામારીને કારણે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી શકાયો ન હતો તો આ વર્ષે મોંઘવારી લોકોને રડાવી રહી છે. મોંઘવારીના કારણે લોકોના હાલ બેહાલ બન્યા છે. ઈંધણના વધતા ભાવોને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે, પેટ્રોલ ડીઝલની સાથે સીએનજી,પીએનજીના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકો ચિંતામાં મુકાયા છે.

અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે જ્યારે ડીઝલ 106.10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ મળી રહ્યું છે. તો વડોદરામાં પણ પેટ્રોલનો ભાવ આસમાને પહોંચ્યો છે. વડોદરામાં પેટ્રોલ 106.27 તો ડીઝલ 105.73 પૈસાના ભાવથી વેચાય રહ્યું છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 106.39, ડીઝલ રૂપિયા108.87 અને ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 108.48, ડીઝલ રૂપિયા 107.93 માત્ર પેટ્રોલ ડીઝલ નહીં પણ CNG માં પણ ભાવ વધારો થતા કાર ચાલકો ચિંતામાં ઘરકાવ થયા છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં પણ પેટ્રોલનો ભાવ આજે ભાવ રૂપિયા 106.88, ડીઝલ રૂપિયા 106.33 સુધી મોંઘુ થયું છે. આમ જો વાત કરવામાં આવે તો રાજ્યાનો મોટા શહેરોમાં સતત વધતા ઈંધના ભાવના કારણે સામાન્ય પ્રજાનું જીવન ત્રસ્ત બન્યું છે.

Next Story