Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પેટ્રોલના ભાવ ભડકે બળ્યા, પ્રીમિયમ પેટ્રોલે સદી વટાવી

પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ લોકોને દઝાડી રહ્યા છે. અમદાવામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100 પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર

X

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100 પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ લોકોને દઝાડી રહ્યા છે..

રાજ્યમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં 27-27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો કરાતા પેટ્રોલમાં 98.30 અને ડીઝલનો ભાવમાં 97 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે. અમદાવાદમા પ્રીમિયમ પેટોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થયો છે. ગયા મહિને કાચા તેલ ના ભાવ 12 ટકા વધીને રેકોર્ડ 74 ડોલર પ્રતિ બેરલ થયા હતા. છેલ્લા 49 દિવસોમાં કિંમતોમાં 28મી વખત વધારો થયો છે.4 મેના બાદ અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 7.1 રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો છે અને સાથે ડીઝલના ભાવમાં પણ 7.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 97.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 88.23 રૂપિયા રહેશે.પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસનું બજેટ પણ ખોરવાઈ જાય છે. જનતા પણ માની રહી છે કે ક્રૂડ ઓઇલમાં જે એકસાઈઝ લગાવવામાં આવી રહી છે તે પેટ્રોલ ડીઝલના ભાવ કરતા પણ ડબલ લેવામાં આવે છે જો તેમાં સબસીડી આપી ભાવ ઘટાડવામાં આવે તો જનતાને ઘણી રાહત મળી શકે છે.

Next Story