અમદાવાદ પ્લેન દુર્ઘટના : આંખો ભીની કરી દેતા પરિવારોની કહાની, સપનાઓની સફર બની અંતિમ સફર

અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરુવારની બપોરે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનોને ગુમાવ્યા છે.

New Update
  • કુદરતની કળા,અણધાર્યું જ આગળ થાય

  • પ્લેન દુર્ઘટનામાં પરિવારોએ ગુમાવ્યા સ્વજનો

  • પ્લેનમાં સવાર યાત્રીઓ મોતને ભેટ્યા

  • ગુજરાતના યાત્રીઓ પણ બન્યા દુર્ઘટનાનો ભોગ

  • સપનાઓની સફર બની અંતિમ સફર

અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરુવારની બપોરે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનોને ગુમાવ્યા છે.તો કેટલાક પરિવારે દીકરી,અને કેટલાકે પતિ કે પછી પત્નીને ગુમાવ્યા છે. 

ગત તા. 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 કલાકે 40થી 42 ડિગ્રી ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 કલાકે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 265થી વધુ લોકોના કરૂણ મોત થયા છે. જેમાં ગુજરાતના અમરેલીજુનાગઢબનાસકાંઠાસાબરકાંઠાકચ્છ,સુરત તેમજ ભરૂચ સહિત અન્ય જિલ્લાના મૃતકોનો સમાવેશ થાય છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના વડીયાના 36 વર્ષીય યુવક અર્જુન મનુભાઈ પટોળીયાનું પણ કરૂણ મોત નીપજયું છે. મૃતક અર્જુન પટોળીયા લંડનમાં મૃત થયેલ પત્નીની વિધિ કરવા માટે વતન આવ્યા હતા. જેઓ પરત લંડન ફરતા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

તો બીજી તરફઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જીલ્લાના 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં વડીયા તાલુકાના 3 મોત અને 1 અમરેલીની યુવતીનું મોત નીપજ્યું છે. વડિયાના અર્જુન પટોળીયા અને રામપર તોરી ગામના 2 મુસાફરોના મોત થયા છે. જેમાં રામપર તોરી ગામના 65 વર્ષીય કાંતાબેન પાઘડાળ અને 3 વર્ષીય નાવ્યા પાધડાળનું મોત થયું છે. આ તરફઅમરેલીની 28 વર્ષિય યુવતી રિધ્ધિ પડસાલાનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. મૃતક રિધ્ધિ પડસાલા 2 વર્ષથી લંડન સાસરે રહેતા હતા. જે વતન આવી લંડન પરત જતી વેળા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. અમદાવાદ કરુણાંતિકાના પગલે અમરેલી જિલ્લાવાસીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

જોકેઆ દુર્ઘટનામાં અમરેલીના નાના લીલીયા પ્રાથમિક શાળાના મહિલા આચાર્યના પુત્ર જીત સતાણીનો આબાદ બચાવ થયો છે. જીત સતાણી અમદાવાદમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટના સમયે MBBSના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં ભોજન કરતા હતા ત્યાં જ પ્લેન ક્રેશ થયું હતું. આ દરમિયાન જીત સતાણી પણ ત્યાં હાજર હતા. જોકેસદનસીબે જીત સતાણીનો આબાદ બચાવ થતા તેમના માતા કૈલાશબેન સતાણીએ ઈશ્વરનો આભાર માન્યો હતો. દીકરો સહી સલામતના સમાચાર સાંભળીને માતા-પિતાએ ઇશ્વરનો આભાર માન્યો હતો.

આ ઉપરાંત અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલીના વડીયા ના અર્જુન મનુભાઈ પટોળીયા નામના 36 વર્ષીય યુવક પણ કરૂણ મોતને ભેટ્યો છે.લંડનમાં મૃત થયેલ પત્નીની વિધિ કરવા આવેલા મૃતક અર્જુન પટોળીયાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું.

જુનાગઢની નવી કલેકટર કચેરીની સામે આવેલા શ્રીધર નગરમાં મકાન નં. 43માં રહેતા રવજીભાઈ ચોવટીયા અને તેમના પત્ની શારદાબેન ચોવટીયાનુ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે. આ દંપતિ તેમના એકના એક પુત્ર હેમલ ઉર્ફે પીન્ટુના ઘરે જઈ રહ્યા હતા. તેમનો પુત્ર પિન્ટુ તેની પત્ની સાથે લંડનમાં રહે છે. દંપતીને પુત્રી પણ છે. જેનું નામ લોયા બેન છે. પુત્રી પરિવાર સાથે સિંગાપુર ખાતે રહે છે. રવજીભાઈ ચોવટીયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા 8 વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી. તે દરમિયાન હાદસો બન્યો હતો,અને ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. સુરેશભાઈ ખટીક પોતે લોડીંગ રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બીટેકનો અભ્યાસ રાજસ્થાનમાં કરાવ્યો હતો. અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દીકરી લંડન જવા માટે ઇચ્છતી હતી અને તે દરમિયાન તેના પિતાએ તેને લંડન જવા માટે મંજૂરી આપી હતી,અને દીકરીને એરપોર્ટ મૂકવા જવા માટે  હિંમતનગર ખાતેથી નીકળ્યા હતા,અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી,પરંતુ દીકરી માટે લંડનની પ્રથમ સફર જ અંતિમ યાત્રા બની ગઈ હતી.

કચ્છ અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કોડકી ગામના પટેલ પરિવારના ત્રણ સભ્યો સવાર હતાજેમાં રાધાબેન ધનજી હિરાણીસુરેશ ધનજી હિરાણી અને અશ્વિન સુરેશ હેરિંગ્ટન ફ્લાઇટમાં સવાર હતા.આ ત્રણેય યાત્રીઓ માટે લંડનની સફર અંતિમ સફર બની ગઈ હતી.

અમદાવાદ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા ભયાવહ ઘટના સર્જાય હતી,આ દર્દનાક વિમાન દુર્ઘટનામાં સુરત જિલ્લાના 9 યાત્રીઓએ પણ જીવ ગુમાવ્યા હતા.

#CGNews #Ahmedabad #Air India Plane Crash #Ahmedabad plane crash #Amdavad Plane Crash
Latest Stories
Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં...

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.