Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : PM મોદીએ લીલી ઝંડી આપી અસારવા-ઉદેપુર ટ્રેનને કરાવ્યુ પ્રસ્થાન…

રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે,

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અનેકવિધ વિકાસ કામોનું લોકાર્પણ સાથે તેઓએ ગતરોજ અમદાવાદ (અસારવા)થી ઉદયપુર રેલ્વે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.

રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે, ત્યારે ગુજરાતના વિકાસ અને ગુજરાત કનેક્ટિવિટી માટે અસારવાથી ઉદેપુર જતી ટ્રેનને PM મોદીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યુ હતું. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ ટ્રેન સેવા ચાલુ થવાથી લાખો યાત્રિકોને લાભ મળશે, તો સાથે પરિવહન સેવા પણ મજબૂત થશે. ઉપરાંત રેલ્વેને પણ નવી આવક મળશે. આ તકે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ સહિત રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મોરબી ઘટનાના પગલે PM મોદીનો રોડ શો રદ્દ કરવામાં આવ્યો હતો.

Next Story