Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : PM મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતના કારણે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત નાદુરસ્ત હોવાથી ગત મંગળવારે રાત્રે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. આ અંગે સમાચાર મળતા જ મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન અમદાવાદની યુ.એન.મહેતા સહિત હીરા બાના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ અગાઉ વર્ષ 2016માં PM મોદીના માતા હીરા બાની તબિયત લથડી હતી, ત્યારે તેમને 108 એમ્બ્યુલન્સ બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. એટલું જ નહીં, હોસ્પિટલના જનરલ વોર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઇ હતી. તેમને 108માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ લઇ ગયા હતા, અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયા હતા.

Next Story