Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વિશાલા સર્કલ પાસે ગેમઝોનમાં યુવકની હત્યા,બે સગીર સહિત 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં પુલ ટેબલ ઝોનમાં સ્ટીક અડી જવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની વાસણા પોલીસે ધરપકડ કરી છે.

X

અમદાવાદમાં પુલ ટેબલ ઝોનમાં સ્ટીક અડી જવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની વાસણા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરની પણ અટકાયત કરી છે.

સોમવારના રોજ વિશાલા સર્કલ પાસે આવેલ મોલના એક પુલ ટેબલ ઝોનમાં કેટલાક યુવકો પુલ રમવા આવ્યા હતા. આ દરમિયાન બે પક્ષના લોકો વચ્ચે પુલ રમવાની સ્ટીક અડી જવા બાબતે બબાલ થઇ હતી. જેમાં એક પક્ષના લોકો ભેગા થયા અને સ્ટીક જે યુવકથી વાગી તેની મોલના નીચેના ભાગે રાહ જોઇ રહ્યા હતા અને મોહમ્મદ કૈફ નામનો યુવક જેવો નીચે આવ્યો ત્યારે તેની સાથે બીજા છ લોકોએ બબાલ કરી હતી. સીસીટીવી ફુટેજમાં પણ બબાલ કરનાર શખ્સો દેખાઇ રહ્યા છે. જેમાંના કેટલાક લોકોએ પટ્ટો અને હથિયારથી 19 વર્ષીય યુવકને માર મારતા તેનું મોત નિપજ્યુ હતું. આ ઘટનામાં પકડાયેલ આરોપી રૈયાન ગૌસી, મોહંમદ તલહા શેખ અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત 6 આરોપીઓએ ભેગા મળી મોહંમદ કૈફ અને રુહાન મલેક પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મોહંમદ કૈફનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે રુહાન મલેક ઇજા થઇ હતી.મુખ્ય આરોપી રૈયાન ગૌસીએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. જોકે વાસણા પોલીસે વેજલપુરથી આરોપી ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી પણ સામાન્ય ઝઘડામાં હત્યા કરી હોવાની આરોપીઓ કબૂલાત કરી છે, જોકે આ કેસમાં 2 ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Next Story