/connect-gujarat/media/post_banners/98eccb12ba0295d940b7fda11d389bd3cb811aa5e6444e754164c295596f72ce.webp)
અમદાવાદમા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગે એપ્લિકેશન પર લોકો સાથે મિત્રતા કેળવી પરિવારમાં બદનામ કરવાની ધમકી આપી લૂંટ ચલાવનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગે એપ્લિકેશન પર લોકો સાથે મિત્રતા કેળવીને મળવા બોલાવી અથવા બ્લેકમેલ કરીને લૂંટવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે 4 બેકાર મિત્રોએ ભેગા મળીને આ રીતે જ લોકોને લૂંટવાનું શરૂ કર્યું હતું જેમને અમદાવાની રામોલ પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ અલગ-અલગ 8 લોકોને ડરાવી ધમકાવી લૂંટયા હતા. રામોલ પોલીસે બાતમીના આધારે રાહુલ નાયર, અભિષેક ગોસ્વામી, તક્ષક પટેલ અને વિશાલ તોમર નામના આરોપીઓને ઝડપી પાડયા હતા. આ આરોપીઓ પાસેથી એક્સેસ અને બાઇક તથા રોકડ રકમ મળી આવી હતી. વાહન અંગે આરોપીઓને પૂછતાં ગે એપ્લિકેશન મારફતે લોકોને લૂંટયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ એક બે નહીં પરંતુ 8 અલગ અલગ શિકાર બનાવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ પાસે કોઈ કામ ધંધો નહોતો. ચારેય રામોલના રહેવાસી હતા અને મિત્ર પણ હતા. જેથી પોતાના મોબાઈલમાં બ્લુડ તથા ગ્રાઈન્ડર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા મારફતે ગે હોવાની ખોટી ઓળખ આપીને ગે સાથે ચેટિંગ કરી તેમને એકાંતમાં મળવા બોલાવીને ચેટિંગનો મેસેજ તેમના પરિવારને બતાવી બદનામ કરવાની ધમકી આપીને લૂંટી લેતા હતા.પોલીસે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે