/connect-gujarat/media/post_banners/027cbb8c74ad71dc74f441adb3244663ed96de9229414cd6659a75e8287df3b8.jpg)
ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ કરનાર ગેંગના એક આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો. આરોપી નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન બનાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેડની ધમકી આપી પૈસા પડાવતો હતો.
અમદાવાદની એક મહિલાને નોકરી ડોટ કોમ વેબસાઈટ પર ઓનલાઇન જોબ માટે એપ્લાય કરવું ભારે પડ્યું છે. સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય હેન્ડીકેપ દિપાલીબેન શાહે જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યું હતું..એપ્રિલ 2022એ દિપાલીબેનને રાજીવ નામના શખ્સનો ફોન આવ્યો હતો જેણે કહ્યું કે નોકરીની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે તેમ કહેતાં દિપાલીબેને ના પાડી હતી જેથી રાજીવ નામના શખ્સે કહ્યું કે તમારી જોબ માટે અમારી કંપની પૈસા ભરી દેશે.નોકરીનો ઓર્ડર આવે ત્યારે તમે આપી દેજો.જેથી તેમને હા પાડી દીધી..ત્યારે થોડા સમય બાદ દીપાલીબેન પર એક ફોન આવ્યો અને ઇન્કમટેક્ષ અધિકારીની ઓળખ આપીને કહ્યું કે તમારા નામથી કોઈ કંપની 4.30 કરોડનો ચેક તથા 1.80 લાખનો ચેક આપેલ છે જે આતંકવાદીઓના ખાતામાંથી આવેલ હોય જેથી તમારી પુછતાછ માટે દિલ્હી આવું પડશે અને જો હાજર નહિ થાવ તો તમારી ધરપકડ થશે.આમ કરી મહિલાને ડરાવીને આ કેસમાં બહાર નીકળવાનું કહી 89 લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ આ મહિલાની ફરિયાદના આધારે અમદાવાદ સાઇબર ક્રાઇમ એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.સાયબર ક્રાઇમ બ્રાંચની ગીરફતમાં રહેલ પ્રીતેશ ઉર્ફે લાલુ મિસ્ત્રી મુંબઇથી ધરપકડ કરી છે.આરોપી પ્રીતેશે ઠગાઈના રૂપિયા પણ પોતાના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા જેના બદલે તેને 5 લાખ રૂપિયા મળ્યા હતા.આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ગેંગના મુખ્ય આરોપી અને પ્રીતેશ મુંબઈની એક જ ચાલીમાં સાથે રહેતા હતા.