અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં પાંચથી વધુ ફરિયાદો વ્યાજખોરો વિરુદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે તો 53 જેટલી અરજીઓ પણ પોલીસને મળી છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ પણ કડક પગલાં લઈ રહી છે. શહેરના તમામ ઝોનમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે ત્યારે આ મુહિમની અસર દેખાવા લાગી છે.શહેર પોલીસના કંટ્રોલ DCP કોમલ વ્યાસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સેટેલાઈટ ચાંદખેડા સહિતના પોલીસ સ્ટેશનમાં 5 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે તો 53 જેટલી અરજી વ્યાજખોરો વિરુદ્ધ મળી છે જેની કાર્યવાહી ચાલુ છે. જે અરજી મળી છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે
અમદાવાદ:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની મુહિમ રંગ લાવી,5 ફરિયાદ નોંધાઈ તો 53 અરજી મળી
શહેરના તમામ ઝોનમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે
New Update
Latest Stories