Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શન મોડમાં

ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર.

X

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અસમંજસ વચ્ચે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. શહેર પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઇ અસમંજસની સ્થિતિ છે અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં સ્થાનિક પોલીસ અને તેમની ટીમે સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. મહત્વનું છે કે, હજુ રથયાત્રા યોજાશે કે કેમ તેની હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર તેમજ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.

અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા નગરયાત્રાએ નીકળશે કે નહીં તે બાબતે હજી કોઈ પણ પ્રકારની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી મંદિર તંત્ર તરફથી રથયાત્રાને લઇ મંજૂરી માંગવામાં આવી છે પણ બીજી બાજુ શહેર પોલીસ દ્વારા હવે તૈયારી કરવામાં આવી રહી છે રથયાત્રા જે રૂટ પર નીકળે છે ત્યાં સંવેદનશીલ વિસ્તાર આઈડેન્ટિફાય કરી સ્થાનિક પોલીસની સાથે આર.એ.એફની ટુકડીઓ ડિપ્લોય કરવામાં આવી છે.

આરએએફના જવાનોએ આધુનિક હથિયારો સાથે તમામ માર્ગો પર પેટ્રોલિંગ કર્યું હતું જેથી રથયાત્રા સમયે કોઈ પણ પ્રકારની ગરબડી ના ફેલાઈ અને માર્ગો તથા વિસ્તારોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ તરીકે અલગ કરી શકાય. આમ રથયાત્રાને મંજૂરી મળશે કે નહિ તે આવનાર દિવસોમાં નક્કી થશે પણ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

Next Story