અમદાવાદ : 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં, જુઓ કેવી છે તૈયારી..!

31st ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે અમદાવાદ શહેરમાં 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે

New Update
અમદાવાદ : 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં, જુઓ કેવી છે તૈયારી..!

31st ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે અમદાવાદ શહેરમાં 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે, એટલું જ નહીં, બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસકર્મી તેમજ મહિલા ક્રાઇમની વિશેષ ટીમ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે.

Advertisment

31st ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 31st ડિસેમ્બરની રાત્રે શહેરના સીજી રોડ, સિંધુભવન રોડ અને રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડશે. ટેવાના નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરીજનોની સુરક્ષાની જવાબદારી અમદાવાદ શહેર પોલીસ પર રહેલી છે. જેને ધ્યાનમાં રાખી શહેર પોલીસના 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ, 4 હજાર હોમગાર્ડ જવાન, 10 એસઆરપીની ટુકડીઓ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે. સીસીટીવી સર્વેલન્સ, બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ, બ્રેથ એનેલાઇઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં પણ માનવ મહેરામણ ઉમટી પડે છે, તેવા સ્થળ પર પોલીસ પેટ્રોલિંગ કરશે. 31st ડિસેમ્બરના દિવસે લોકો નશાકારક દ્રવ્યોના સેવન કરીને બહાર નીકળતા હોય છે, ત્યારે પોલીસ આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરશે. આ પ્રકારની કોઈપણ અસામાજિક પ્રવૃતિ ન થાય તે માટે પોલીસે 25મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં લિસ્ટેડ બુટલેગરોના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા માટે મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને શી ટીમ દ્વારા રોમિયોગીરી કરતા રોમિયો પર નજર રખાશે. આમ 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેર પોલીસ કાર્યરત થઈ કોઈપણ ઘટનાને પહોચી વળવા સમક્ષ છે.

Advertisment