Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ અટકાવવાપોલીસ એક્ષનમાં

નવા વર્ષની ઉજવણીની શહેરમાં વિવિધ વિસ્તારોમાં શરૂ થઇ છે.ત્યારે દારૂ અને ડ્રગ્સની ડિમાન્ડ પણ વધે છે. જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્રોહિબીશન ડ્રાઇવ શરૂ કરી છે

અમદાવાદ:નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ અટકાવવાપોલીસ એક્ષનમાં
X

નવા વર્ષની ઉજવણીની શહેરમાં વિવિધ વિસ્તારોમાં શરૂ થઇ છે.ત્યારે દારૂ અને ડ્રગ્સની ડિમાન્ડ પણ વધે છે. જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્રોહિબીશન ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં મુખ્ય રસ્તાઓ ઉપરાંત, આંતરિક રસ્તાઓ પર શંકાસ્પદ વાહનો કે વ્યક્તિની હિલચાલ પર નજર રાખવા માટે જણાવ્યું છે.સાથોસાથ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ, એસઓજી અને પીસીબીના સ્ટાફને પણ શહેરમાં ચાલતા નેટવર્ક અંગે તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ અને એમડી ડ્રગ્સ કે અન્ય ડ્રગ્સની ડિમાન્ડ રહે છે. ત્યારે દારૂ અને ડ્રગ્સ હેરફેરને રોકવા પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સઘન વાહન ચેકિંગ કરવા અને લિસ્ટેડ બુટલેગર અને ડ્રગ્સ ડીલરો પર વોચ રાખવા સૂચના આપી છે.

જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત, આંતરિક રસ્તા પર પણ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કરવા તાકીદ કરી છે. સાથે સાથે અગાઉ જે સ્થળોએ હુક્કા, દારૂની પાર્ટી ના દરોડાના થયા છે. ત્યાં વોચ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.જ્યારે ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજીના અધિકારીઓને લિસ્ટેડ બુટલેગર અને ડ્રગ્સ ડીલરો પર નજર રાખવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે. ઉપરાંત, ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે વાહન જપ્ત કરવા માટે પોલીસને સુચના આપવામાં આવી છે.

Next Story