અમદાવાદ : બિલ્ડરની ઓફિસમાંથી લાખોના મત્તાની લૂંટ ચલાવનાર 2 ધાડપાડુંઓને પોલીસે દબોચી લીધા...

અમદાવાદના પોસ વિસ્તારમાં ધાડ પડી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગની વાત થાય છે

New Update
અમદાવાદ : બિલ્ડરની ઓફિસમાંથી લાખોના મત્તાની લૂંટ ચલાવનાર 2 ધાડપાડુંઓને પોલીસે દબોચી લીધા...

અમદાવાદના આમલી-બોપલ રોડ પર કન્સ્ટ્રક્શનના વેપારીની ઓફિસમાં તોડફોડ કરી રૂ. 60 હજાર રોકડ સહિત લાખોના મત્તાની લૂંટ ચલાવનાર 2 ધાડપાડુંઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના પોસ વિસ્તારમાં ધાડ પડી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગની વાત થાય છે, ત્યારે પોસ વિસ્તાર સલામત નથી તેવું સ્પષ્ટ થઈ ગયું છે. આમલી-બોપલ રોડ પર આવેલા હાઉસ ઓફ આદિમાં તા. 26 તારીખે રાતના 11:30 બાદ 2 કર્મચારીઓ હાજર હતા, ત્યારે અજાણ્યા 6 જેટલા વ્યક્તિઓ હાથમાં હથિયાર અને મોઢા પર બુકાની બાંધીને પહોંચ્યા હતા. તે સમયે ત્યાં હાજર શ્યામ બાબુ નામનો કર્મચારી કેમ અહીંયા આવ્યો છે, તેવું પૂછતા સામેવાળાએ લોખંડની 2 પાઇપ તેના માથામાં ફટકારી હતી, જેથી શ્યામબાબુ નીચે પટકાયો હતો. આ બુકાની ધારીઓએ અન્ય એક વ્યક્તિને હાથ પગ બાંધીને એક ઓરડીમાં પુરી દીધો હતો. ત્યારબાદ આરોપીઓ ઓફિસમાં ઘુસી ગયા હતા, અને તોડફોડ શરૂ કરી હતી. તેઓ અલગ અલગ વસ્તુઓને નુકશાન પહોંચાડ્યુ હતું. તેમજ 60 હજાર રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા લઈ ગયા હોવાની વિગત સામે આવી છે, જ્યારે બંધક બનેલા ચોકીદારે જેમ તેમ કરીને બહાર નીકળ્યા બાદ પોતાના માલિકને જાણ કરી હતી. આ વાતની જાણ થતા દિપક ઠક્કરે પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સાથે જ શહેર પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારના ગેંગ અને તેના સાગરીતોને ઝડપથી પકડી લેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. જેમાં પોલીસે પણ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, ત્યારે ગણતરીના દિવસોમાં જ પોલીસને આ મામલે સફળતા મળી હતી. પોલીસે રૂ. 60 હજાર રોકડ સહિત લાખોના મત્તાની લૂંટ ચલાવનાર 2 ધાડપાડુંઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories