અમદાવાદ : મહિલાની એકલતાનો લાભ લઈ છેડતી કરનાર 2 નરાધમોને પોલીસે દબોચી લીધા...

અમદાવાદ શહેરમાં એક પછી એક છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ 2 બનાવો વાસણા અને સરખેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે.

અમદાવાદ : મહિલાની એકલતાનો લાભ લઈ છેડતી કરનાર 2 નરાધમોને પોલીસે દબોચી લીધા...
New Update

અમદાવાદ શહેરના વાસણા અને સરખેજ વિસ્તારમાં મહિલાઓની એકલતાનો લાભ લઈ છેડતી કરનાર 2 નરાધમ ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં એક પછી એક છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ 2 બનાવો વાસણા અને સરખેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે. પ્રથમ બનાવની વાત કરીએ તો, વાસણા વિસ્તારમાં રીક્ષા ચાલકે ચાલતા જઈ રહેલ સગીરાને સરનામું પૂછ્યુ હતું. બાદમાં એકલતાનો લાભ લઇ નરાધમ રીક્ષા ચાલકે સગીરાને બાથમાં લઇ અસભ્ય વર્તન કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા નરાધમ રીક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછ કરતા તેનું નામ સિકંદર ઉર્ફે કાળિયો કુરેશી હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ, આવો જ અન્ય બનાવ સરખેજ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં ફરિયાદી મહિલાએ ફતેવાડી વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલ સાથે છેલ્લા 1 વર્ષથી બોલવાનું બંધ કરી દેતા, મહિલા જ્યારે નોકરીએ જતી હતી તે દરમિયાન રસ્તામાં રોકી હાથ પકડીને શાબ્દિક છેડતી કરી હતી. જોકે, જે તે સમયે મહિલાએ આ બાબતની જાણ કોઈને કરી ન હતી. પરંતુ ફરી એક વખત આરોપીએ ઉજાલા સર્કલ નજીક મહિલાને રિવોલ્વર જેવું હથિયાર બતાવી તેની સાથે સંબંધ રાખવા માટે ગર્ભિત ધમકી આપી હતી. જેથી મહિલાએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરવા સાથે હથિયાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #police #Ahmedabad #arrested #woman #accused #2 Thugs #molest
Here are a few more articles:
Read the Next Article