Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : AAPના 32, કોંગ્રેસના 31 અને ભાજપના 14 ઉમેદવાર સામે પોલીસમાં રેકોર્ડ : ADR

આ રિપોર્ટમાં પહેલા તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારના સોગંદનામું રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ : AAPના 32, કોંગ્રેસના 31 અને ભાજપના 14 ઉમેદવાર સામે પોલીસમાં રેકોર્ડ : ADR
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ સંસ્થા દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે.

આ રિપોર્ટમાં પહેલા તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારના સોગંદનામું રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષણ મુજબ 788 ઉમેદવારો પૈકી 167 ઉમેદવારો ગુનાઇત ભુતકાળ ધરાવે છે. પહેલા તબક્કામાં 211 ઉમેદવાર કરોડપતિ છે. રિપોર્ટ મુજબ AAPના સૌથી વધુ 32 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. સ્વચ્છ છબીની વાતો કરતી AAPના સૌથી વધુ ઉમેદવારો સામે ગુનો નોંધાયેલ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ADR દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે, તો સાથે સાથે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતની પણ માહિતી બહાર આવી છે. આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, અને તે મુજબ 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે, તથા 167 ઉમેદવારમાંથી 100 (13 ટકા) સામે ગંભીર ગુનાઓ છે. રિપોર્ટ મુજબ 2017ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, અને 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2017 કરતા આ વખતની 2022ની ચૂંટણીમાં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ ઉભા રહ્યા છે.

Next Story