Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે “પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024”નો પ્રારંભ કરાયો…

રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠીન હોય છે.

X

અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે 'અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024'નો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠીન હોય છે. પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે 24 કલાક કામગીરી કરે છે, ત્યારે કામના ભારણ વચ્ચે પોલીસ જવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે પણ જરૂરી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમત-ગમતની પ્રતિભાને અને કૌશલ્યને બહાર લાવવા અને રમત-ગમતમાં પોલીસનો રસ વધારવા માટે 'અમદાવાદ સિટી પોલીસ સ્પોટ્સ મીટ-2024'નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ખાતે 'અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024'નો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. રમત-ગમત એક્ટિવિટીની વિવિધ શ્રેણીમાં ભાગ લેવા માટે 11 ટીમો તૈયાર કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરના આશરે 1500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિત મોટી સંખ્યામાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story