Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજ્યમાં પ્રી મોન્સુન એકટીવિટી શરૂ ? જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ભારે પવન પણ ફૂંકાશે હવામાન વિભાગે આપી માહિતી

X

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અનેક શહેરો અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશન ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાની લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાય છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે.સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે.રાજકોટ, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના જોવા મળશે.વધુમાં હવામાન વિભાગે 28 થી 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.

Next Story