અમદાવાદના મહેમાન બનશે પીએમ મોદી
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરશે ઉદ્ઘાટન
133.42 કરોડના ખર્ચે બન્યા 1449 ઘર અને 130 દુકાન
લાખો પરિવાર માટે આવાસ યોજના આશીર્વાદરૂપ
32,000 નવા મકાનોનું નિર્માણ કાર્ય પ્રગતિ પર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂપિયા 133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 ઘરો અને 130 દુકાનોનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો પરિવારોને પાક્કા મકાનો, સ્વચ્છ શૌચાલય, શુદ્ધ પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ 27,000થી વધુ પરિવારોને પાક્કા મકાનો આપ્યા છે,અને 32,000 નવા મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
વર્ષ 2015માં શરૂ થયેલી આ પ્રધાનમંત્રી આવાસ યોજના લાખો પરિવારોના ઘરના સપનાને સાકાર કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોથી આ યોજના માત્ર શહેરો સુધી જ સીમિત નથી, પરંતુ ગુજરાતના ગામડે-ગામડે પહોંચી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ હજારો પરિવારોને પાકા ઘર મળ્યા છે, જેનાથી તેમના જીવન સ્તરમાં સુધારો થયો છે.