Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ચૂંટણી ટાણે પરવાનેદાર હથિયારો લઇને ફરવા પર પ્રતિબંધ, 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા…

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી-2022 યોજાનાર છે, ત્યારે અમદાવાદ શહેરમાં ચૂંટણીને લઈને બીજા તબક્કામાં મતદાન થવાનું છે.

અમદાવાદ : ચૂંટણી ટાણે પરવાનેદાર હથિયારો લઇને ફરવા પર પ્રતિબંધ, 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા…
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી-2022 યોજાનાર છે, ત્યારે અમદાવાદ શહેરમાં ચૂંટણીને લઈને બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા લઈને હથિયાર લાયસન્સ ધારકો ને હથિયાર જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે આ જાહેરનામા અંતર્ગત 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે.

સામાન્ય રીતે ખેતરમાં પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ માટે 5085 લોકોએ લાયસન્સ મેળવી હથિયાર ધરાવે છે. જેમાં 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે, જ્યારે 1235 લોકોને અંગત કારણોસર હથિયાર જમા નહીં કરાવવા માટે મુક્તિ મળી છે, જ્યારે 100 જેટલા લાયસન્સ ધારકો ને લાયસન્સ રદ થતા તેમને હથિયાર જમા કરવામાં આવ્યા હતા, જ્યારે ગુનામાં ઉપયોગ કરેલ લાયસન્સ વાળા 3 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે, જ્યારે 5 હથિયાર જમા કરવાનું પેન્ડિંગ છે. હાલમાં પોલીસે કાયદા વ્યવસ્થાના રક્ષણ માટે ગેરકાયદેસર હથિયાર પકડવાની સાથે લાયસન્સ ધારકોના હથિયાર જમા કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી ચૂકી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર પરવાનેદાર હથિયારો સાથે લઇને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Next Story