અમદાવાદ: દિલ્હીમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના અંગે બહુજન સમાજ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં બાળકી પર થયેલ ગેંગરેપ પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતેથી કલેકટર ઓફિસ સુધી એક રેલી યોજી બહુજન સમાજ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update

દિલ્હીમાં થયેલા ગેંગરેપ અને હત્યા કેસના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે બહુજન સમાજ પાર્ટી દ્વારા પીડિત બાળકીને ન્યાય મળે તે અંગે સરકાર વિરોધી બેનર અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો પણ હાજર રહયા હતા. તારીખ 1 ઓગસ્ટના રોજ છોટા નગરમાં 9 વર્ષની સગીરા સાથે ગેંગરેપ કરીને તેને સળગાવી ડેટા આખા ભારતમાં હાહાકાર મચાવી દીધો છે. આ ઉપરાંત બહુજન પાર્ટીએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, વડાપ્રધાન અથવા અમિત શાહ પણ આજ સુધી પીડિત પરિવારને આશ્વાસન કે મદદ કરી નથી. ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડે છે અને ભાજપ સરકારમાં દેશની મહિલા સુરક્ષિત નથી તેવા નિવેદન સાથે અમદાવાદ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું અને આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.