/connect-gujarat/media/post_banners/3f6ef03b6d3dbbc7e31300a1c83bd609824701e9f60d745b86c44682927c59a6.jpg)
રાજયમાં ચકચાર મચાવનારા કિશન બોળીયા ઉર્ફે ભરવાડ હત્યા કેસ પોલીસે ઉકેલી નાંખ્યો છે. વિવાદીત પોસ્ટ મુકનારા કિશનની કટ્ટરપંથીઓએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ધંધુકાના મલવતવાડાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ધંધુકાના કોઠીફળીના ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ તથા અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામા આવી છે. આરોપી શબ્બીરે કિશન ભરવાડ ઉપર ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો. કિશન ભરવાડે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી.
ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. શબ્બીરની મુલાકાત મુંબઇના મૌલવી સાથે થઇ હતી જેમાં મૌલવીએ અમદાવાદના જ માલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહયું હતું. અમદાવાદમાં શબ્બીરે મૌલવીને મળી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું. શબ્બીર અને ઇમ્તિયાઝે જઇને કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હત્યાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. ખુદ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિશનના પરિવારની મુલાકાત લીધી હતી. મૃતકની દીકરીના સોગંદ ખાઇ હર્ષ સંઘવીએ પરિવારને તથા માલધારી સમાજને ન્યાયની ખાતરી આપી હતી.