અમદાવાદ : ઓનલાઈન કાર ભાડે લઈ ભેજાબાજ થયો રફૂચક્કર, એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી...

અમદાવાદ શહેરમાં કાર બુક કરવાના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

New Update
અમદાવાદ : ઓનલાઈન કાર ભાડે લઈ ભેજાબાજ થયો રફૂચક્કર, એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી...

અમદાવાદ શહેરમાં કાર બુક કરવાના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ઝૂમકારમાં ઓનલાઇન રેન્ટલ પર કાર બુક કરાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીએ 11 લાખની કાર પરત ન આપીને છેતરપિંડી આચરતા એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં કાર બુક કરવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં 11 લાખ રૂપિયાની કાર પરત ન આપીને છેતરપિંડી કરી આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીએ ઝૂમકાર એપ્લિકેશનમાંથી કાર ભાડે લીધી હતી. કાર લઇને આરોપીએ લોકેશન અને મોબાઈલ બંધ કરી દીધો હતો. જેથી કાર માલિકે બુકિંગ કરાવનારા 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલ એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories