Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વિરાંજલીમાં વરસાદનું વિધ્ન.!, વીર સપૂતોના માનમાં 20 એપ્રિલે યોજાશે વિરાંજલી કાર્યક્રમ...

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગત તા. 23મી માર્ચના રોજ શહીદ દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગત તા. 23મી માર્ચના રોજ શહીદ દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વરસાદ વિધ્ન બનતા કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો, ત્યારે હવે આગામી તા. 20 એપ્રિલના રોજ વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દક્ષિણ રાજસ્થાનની આસપાસના વિસ્તારમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેને કારણે સાંજ પછી અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યા બાદ 30થી 50 કિલોમીટરની ગતિના પવનો સાથે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડ્યો છે. ભારે પવન અને ધૂળિયા વાતાવરણને લીધે વિઝિબિલિટી 4થી6 કિલોમીટરથી ઘટીને 3 કિલોમીટરની થઇ ગઇ હતી. તો બીજી તરફ, ગત તા. 23મી માર્ચના રોજ શહીદ દિન નિમિત્તે વિરાંજલી સમિતિ દ્વારા શહિદો માટે શ્રધ્ધાંજલીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વરસાદ વિધ્ન બનતા ભવ્ય વિરાંજલી કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો. અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પરંતુ ભારે પવન સાથે વરસાદ વરસતા કાર્યક્રમનું આયોજન શક્ય ન હોવાથી વિરાંજલી સમિતિ દ્વારા કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જોકે, હવે વીર સપૂતોના માનમાં વિરાંજલી કાર્યક્રમ સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આગામી તા. 20 એપ્રિલના રોજ યોજાય તેવું વિરાંજલી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં નગરજનો વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહીદોને શ્રધાંજલિ અર્પણ કરે તેવી ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે અપીલ કરી છે.

Next Story