અમદાવાદ : અનેક વિસ્તારોમાં વરસાદે નુકસાન પહોંચાડ્યું, પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો

શહેરમાં ભારે પવન ફૂંકાતા 15 થી વધુ વૃક્ષો ધરાશાયી, પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

New Update
અમદાવાદ : અનેક વિસ્તારોમાં વરસાદે નુકસાન પહોંચાડ્યું, પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો

અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અનેક વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં જેને કારણે બહાર નીકળેલ શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

અમદાવાદમાં ગત સાંજે શરૂ થયેલા વરસાદે જમાવટ કરી હતી અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા જોધપુર, સેટેલાઈટ,બોપલ, ઇસ્કોન, આશ્રમરોડ વાડજ ઉસ્માનપુરા, સરખેજ,પાલડી, એલિસબ્રિજ સહિતના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. તો શહેરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા 15 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા લોકો ભીંજાવા માટે નીકળી ગયા હતા. તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ક્યાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. ઉપરાંત બોડકદેવ સહિતના કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડવાનો બનાવ બન્યો હતો. રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દિશાસુચક બોર્ડ ધરાશાયી થઈ ગયું હતું.