Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આત્મનિર્ભરના સંદેશ સાથે નવસારીથી નિકળેલ રેલીનું કરાયું સ્વાગત, ૧૩૦૦ કિ.મી.કાપી રેલી દિલ્હી પહોંચશે

ગુજરાત, દાદરા નગર હવેલી દમણ અને દીવ એન.સી.સી.ગ્રુપ દ્વારા ‘સોલ્ટ ટુ સોફ્ટવેર થીમ પર આયોજિત નવસારીના દાંડીથી દિલ્હી જનારી મોટરસાઇકલ રેલી અમદાવાદ આવી પહોંચી ત્યારે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

X

NCC ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદરા નગર હવેલી દમણ અને દીવ એન.સી.સી.ગ્રુપ દ્વારા ‘સોલ્ટ ટુ સોફ્ટવેર થીમ પર આયોજિત નવસારીના દાંડીથી દિલ્હી જનારી મોટરસાઇકલ રેલી અમદાવાદ આવી પહોંચી ત્યારે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારકથી નીકળી વડોદરા, અમદાવાદ, ઉદેપુર,અજમેર, જયપુર અને અલવરમાંથી પસાર થઈ ૧૩૦૦ કિ.મી અંતર ખેડી ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજદિલ્હી પહોંચનાર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. યાત્રા દરમિયાન વિશ્રામ સ્થળો પર સમૂહ વાર્તાલાપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન ટીમ દ્વારા સ્થાનિક શાળાના બાળકો અને જનતાને આત્મનિર્ભર ભારત માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવામાં આવશે.મોટરસાઇકલ રેલીનું ફ્લેગ ઇન કરાવ્યા બાદ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે આઝાદીની લડતમાં ગાંધીજી દ્વારા મીઠાના સત્યાગ્રહ માટે આરંભેલી સાબરમતીથી દાંડી સુધીની યાત્રા - દાંડીકૂચ સ્વતંત્રતાની સમગ્ર લડતમાં એક સીમાચિહ્નરૂપ યાત્રા હતી. આજે સમગ્ર દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને એન.સી.સી.ને પણ 75 વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે ઐતિહાસિક સ્થળ દાંડીથી સોલ્ટ ટુ સોફ્ટવેર થીમ પર આરંભેલી મોટરસાયકલ યાત્રા આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે

Next Story