અમદાવાદમાં આ વર્ષે રથાયત્રા કેવી રીતે નિકળશે એના પર સસ્પેન્સ યથાવત છે જો કે રથયાત્રામાં કરતબો કરતા ખેલાડીઓએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. અખાડાના જણાવ્યા અનુસાર તેઓને રથયાત્રામાં જોડવામાં આવશે કે નહીં એ તો સરકારના નિર્ણય બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા તૈયારી પુર જોશમાં ચાલે છે. ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે રથયાત્રામાં ભગવાનના માત્ર ત્રણ રથ જ નીકળવાના છે.અમદાવાદના જાણીતા મલખમ્બ કોચ જયેશ કાચાએ વાતચીત કરતા જણાવ્યું કે આ વખતે મલખમ જોડાવાના છે કે નહિ તે સરકારના નિર્ણય બાદ જ કહી શકાય તેવું છે.
જો કે રથયાત્રા નહિ યોજાય તો પણ ભગવાને રીજવવા માટે ઘરે રહીને પણ મલખંભ ના દાવ કરીને કોરોના કાળમાંથી જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના કરવામાં આવશે. અને રથયાત્રાને લઈને ભારે ઉત્સુકતા છે.દર વર્ષે રથયાત્રામાં અખાડા આકર્ષણનું કેન્દ્ર હોય છે॰ અખાડામાં અલગ અલગ કરતબો દ્વારા ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે અલગ અલગ કરતબોમાં યોગના આસન પણ સામેલ છે. રોપ પર પદ્માસન, નટરાજ આસાન પણ કરવામાં આવે છે તો રોપ પર પિરામિડ પણ રજુ કરવામાં આવે છે.
રથયાત્રાના 1 મહિના પહેલાથી અખાડામાં ભાગ લેતા બાળકો પ્રેક્ટિસ શરુ કરી દે છે. કરતબો થોડા કઠિન પણ હોઈ છે ખાસ કરીને રથયાત્રા સમયે ચાલતાં ટ્રેક્ટરમાં આ બાળકો કરતબ કરતા હોઈ તેના માટે પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે.