Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રોહન ગુપ્તાનું રાજીનામુ, અગાઉ ઉમેદવારી પણ પાછી ખેંચી હતી

ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રોહન ગુપ્તાનું   રાજીનામુ, અગાઉ ઉમેદવારી પણ પાછી ખેંચી હતી
X

ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.

ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે એવી પણ ચર્ચા ચાલી હતી. આ અટકળોનો આજે અંત આવી ગયો છે. ઉમેદવારી પાછી ખેંચતી વખતે રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા પિતા બીમાર છે. મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર નહોતા છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

Next Story