અમદાવાદ: રોડ કૌભાંડમાં કુલડીમાં ગોળ ભંગાયો ! શહેરમાં 400 કરોડનાં રોડ તુટયાં,ઇજનેરો માત્ર મામુલી સજા

અમદાવાદમાં રૂ.400 કરોડના રોડ તૂટ્યા જવાબદારોને માત્ર મામૂલી સજા કરાય ૨૩ ઈજનેરોને ચારથી લઈ છ ઈન્ક્રીમેન્ટ કાપવાની સજા

New Update
અમદાવાદ: રોડ કૌભાંડમાં કુલડીમાં ગોળ ભંગાયો ! શહેરમાં 400 કરોડનાં રોડ તુટયાં,ઇજનેરો માત્ર મામુલી સજા

અમદાવાદમાં પાંચ વર્ષ અગાઉ ભારે વરસાદના પગલે ૪૦૦ કરોડની કીંમતના રોડ તૂટયા હતા આ મામલામાં ઈજનેરોને મામૂલી સજા ફટકારવામાં આવતા અને તર્કવિતર્ક વહેતા થયા છે. અમદાવાદમાં પાંચ વર્ષ અગાઉ ભારે વરસાદના પગલે ૪૦૦ કરોડની કીંમતના રોડ તૂટયા હતા.બાદમાં આ અંગે હાઈકોર્ટના આદેશને પગલે મ્યુનિ.એ કરેલી વિજિલન્સ તપાસ તેમજ હાઈકોર્ટના નિવૃત્ત જજની તપાસના રીપોર્ટ બાદ જે ઈજનેરોને ચાર્જશીટ આપવામાં આવી હતી.

આ પૈકી ત્રણ એડીશનલ સિટી ઈજનેર સહિત કુલ ૨૩ ઈજનેરોને ચારથી લઈ છ ઈન્ક્રીમેન્ટ કાપવા સુધીની મામૂલી સજા કરવામાં આવી છે.નિવૃત્ત સિટી ઈજનેર સહિત અન્યને ૩.૫ લાખ રુપિયા સુધીની રકમનો દંડ કરવા અંગે ફાઈનલ શો-કોઝ નોટિસ ઈશ્યૂ કરવા નિર્ણય કરવામાં આવતા સમગ્ર કૌભાંડમાં વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષે કુલડીમાં ગોળ ભાંગવા જેવો નિર્ણય કર્યો છે. વર્ષ-૨૦૧૭માં શહેરના સાત ઝોનના ૯૦ થી વધુ રસ્તાઓ તુટવા પામ્યા હતા.આ રસ્તાઓ પૈકી કેટલાક રસ્તાઓ ડીફેકટ લાયબલિટી પિરીયડમાં આવતા હતા.હાઈકોર્ટમાં રોડ તુટવા મામલે પિટીશન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા મ્યુનિ.ને કસૂરવાર ઈજનેરો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.

મ્યુનિ.એ વિજિલન્સ તપાસ હાથ ધરતા ૧૧૦ ઈજનેરો સામે ખાતાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો.બાદમાં ૮૭ જેટલા ઈજનેરોને શોકોઝ નોટિસ ઈશ્યૂ કર્યા બાદ દંડ કરવામાં આવ્યો હતો.૨૩ ઈજનેરો સામે ઈન્કવાયરી બાદ ત્રણ એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત નવ આસીસ્ટન્ટ ઈજનેર ,સાત આસીસ્ટન્ટ સિટી ઈજનેર ઉપરાંત ચાર ડેપ્યુટી સિટી ઈજનેરને તેમના કસૂરના પ્રમાણમાં તેમને મળવાપાત્ર ચારથી છ ઈન્ક્રીમેન્ટ સુધી રોકવા સુધીની રકમનો દંડ કેમ ન કરવો?તે અંગે ફાઈનલ શો-કોઝ નોટિસ આપવા નિર્ણય કરાયો છે.મ્યુનિ.દ્વારા લેવામાં આવેલા સજાના આ નિર્ણયને વિપક્ષનેતા દ્વારા વખોડવામાં આવ્યો છે.

Latest Stories