અમદાવાદ : નવરંગપુરાના CG રોડ પર લૂંટનો બનાવ,લૂંટેરાઓ 42 લાખની બેગ ઝૂંટવી ફરાર,જુઓ સમગ્ર મામલો

નવરંગપુરના વ્યસ્ત વિસ્તારમાં ટુ વ્હીલર પર આગળ રાખેલી બેગની ઉઠાંતરી, બે શખ્સ 42 લાખ રૂપિયાની બેગ ઝૂંટવી ફરાર

New Update
અમદાવાદ : નવરંગપુરાના CG રોડ પર લૂંટનો બનાવ,લૂંટેરાઓ 42 લાખની બેગ ઝૂંટવી ફરાર,જુઓ સમગ્ર મામલો

અમદાવાદ નવરંગપુરા વિસ્તારના વ્યસ્ત ગણાતા સીજી રોડ પર ચિલ ઝડપનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક પર આવેલ બે શખ્સ 42 લાખ રૂપિયાની બેગ ઝૂંટવી ફરાર થયા હતા.

અમદાવાદના વ્યસ્ત ગણાતા સી જી રોડ પર સમી સાંજે ચિલઝડપનો બનાવ બન્યો. મળતી માહિતી અનુસાર નવરંગપુરામા ઇસ્કોમ આર્કેટ મા આવેલ સમકિત નિધિ આંગડિયા પેઠીમા કામ કરતા કુમારપાળ શાહ અને ધર્મેન્દ્ર પટેલ તેમના આંગડિયા પેઠીના માલિક ભાવેશના કહેવાથી સી જી રોડ પર આવેલ મહેન્દ્ર સોમાં નામની આંગડિયા પેઠીમા હિસાબના 42 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા.બને કર્મચારી જ્યારે આ પૈસા લઈ તેમની ઓફીસ પરત થતા હતા ત્યારે બોડી લાઇન ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ત્યાં ઉભા રહેતા બાઇક પર આવેલ બે લોકો તેમની ટુ વ્હીલરની આગળ રાખેલ પૈસા ભરેલી બેગની ચિલ ઝડપ કરી ફરાર થયી ગયા હતા અને નળ સર્કલ તરફ ભાગી ગયા હતા.જેને લઈને ટુ વ્હીલર ચલાવતા ધર્મેશ ભાઈએ તેમને પકડવા ભાગ્યા હતા, પણ આરોપી નાસી છૂટયા હતા.બનાવની જાણ થતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.તો સાથે જ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી.

Latest Stories