Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ.27 લાખની લૂંટ,પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ.27 લાખ ભરેલ દાગીનાની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

X

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ.27 લાખ ભરેલ દાગીનાની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

અમદાવાદના વાડજ વિસ્તારમાં શ્રી રતન કૉમ્પ્લેક્સ નજીક પટેલ અમૃતભાઈ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી ગત સમી સાંજે મોપેડ પર માણેકચોક પાર્સલ આપવા જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે લુટારુઓ તેમના હાથમાંથી ૨૭ લાખના સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.કર્મચારીઓ માણેકચોક તેમની મુખ્ય શાખામાં પાર્સલ આપવા જાઈ રહ્યા હતા એ દરમિયાન કનુ પ્રજાપતિ તેમની ઓફિસ સામે આવેલા સોનલ પાનપાર્લર પર મસાલો લેવા ગયા હતા અને ત્યારે દેવાભાઈ એક્ટિવ પર થેલો લઈને ઊભા હતા ત્યારે બે બાઈક ચાલક આવ્યા અને સોના ચાંદીના દાગીના ભરેલી બેગ દેવાભાઈના હાથમાંથી ઝૂટવી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ આંગડિયા કર્મચારી સીધા પોલીસ સ્ટેશન પોહચી પોલીસને જાણ કરી હતી. જે જાણ પોલીસને થતા તરત જ પોલીસ હરકતમાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Next Story