અમદાવાદ : રૂ. 1400 કરોડના બોગસ બિલ કૌભાંડના માસ્ટમાઈન્ડ રાકેશ ચોક્સીની ધરપકડ...

New Update
અમદાવાદ : રૂ. 1400 કરોડના બોગસ બિલ કૌભાંડના માસ્ટમાઈન્ડ રાકેશ ચોક્સીની ધરપકડ...

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે તાજેતરમાં અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઈમ્પેક્સ અને શ્રી એન્ટરપ્રાઈઝ ૫૨ પાડેલા દરોડામાં રૂ. 1400 કરોડના બોગસ બિલિંગથી રૂ. 41 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું પકડી પાડ્યું હતું. આ કૌભાડના માસ્ટર માઈન્ડ રાકેશ ચોક્સીની ધરપકડ કરીને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતાં 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

માણેકચોકમાં શ્રીસવા જ્વેલર્સના માલિક રાકેશ ચોક્સીના સેટલાઇટના કલાતીર્થ નિવાસસ્થાન અને વ્યવસ્થાના સ્થળે દરોડા પાડતાં સોસાયટીની સિક્યુરિટી કેબિનમાં છૂપાવેલા ડિજીટલ ડિવાઈસીસ સહિત વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આર્થિક રીતે નબળા અને જરૂરિયાત ધરાવતા લોકોના આધાર, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે 3 બોગસ પેઢીઓ ઉભી કરીને GST નંબર મેળવીને અને તેનો દુરૂપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં SGST દ્વારા 99 શખ્સની ધરપકડ કરાઈ છે. આરોપીએ જરૂરિયાત ધરાવતા અને આર્થિક રીતે નબળા લોકોના ડોક્યુમેન્ટના આધારે 3 બોગસ પેઢી ઉભી કરી હતી અને ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવીને અને કોઈ પ્રકારે સર્વિસીસ કે, માલ-સામાનની આપ-લે કર્યા વિના રૂ. 1,400 કરોડનું બોગસ બિલિંગ કોભાંડ આચરીને રૂ. 41 કરોડની ITC પાસ ઓન કરી હતી. ત્યારે હાલમાં રાકેશ ચોક્સીને રિમાન્ડમાં અનેક વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories