Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રૂ. 4.50 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો, નાઇઝીરિયન ગેંગના 2 શખ્સો ઝડપાયા...

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી નાઇઝીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે.

X

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી નાઇઝીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. રૂપિયા 4.50 કરોડની ઠગાઈ કેસનો ભેદ ઉકેલી સાયબર ક્રાઇમ બ્રાન્ચે મૂળ નાઇઝીરિયાનો વતની ચીનેદુ અનુમોલે અને મુંબઈનો રહેવાસી રાકેશ કશ્યપ નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. આ ગેંગ દેશમાં કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચુક્યા હોવાની કબૂલાત પણ આપી ચુક્યા છે.

આ શખ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી કેમિકલના વેપારીઓનો સંપર્ક કરીને મોટા પ્રમાણમાં રો-મટીરિયલ્સ મંગવતા હતા. ઉપરાંત વેપારીઓ જોડે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી આ રો-મટીરિયલ્સ લઈને પૉલેન્ડની કંપનીમાં વેચશો, તો 20 ટકા કમિશન આપવાની પણ લાલચ આપી આ નાઝીરિયન ગેંગ છેતરપિંડી આચરતી હતી. આ ગેંગ ભારતભરમાંથી કેમિકલના વેપાર અને ટ્રેડિંગ કરનાર વેપારીઓ પાસેથી અત્યારસુધીમાં એક, બે નહીં પણ 4.50 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલી હતી. હાલ તો સાયબર ક્રાઇમે નાઝીરિયન ગેંગના 2 શખ્સોની ધરપકડ કરી આ ગેંગમાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે, અને અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story