Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રૂ. 4 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ...

અમદાવાદ શહેરમાં પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી કરતાં આરોપીઓને ઝડપી લેવા કમર કસી છે,

X

અમદાવાદ SOG પોલીસે ફરી એકવાર મેફેડ્રોન ડ્રગ્સની હેરફેરીનો પર્દાફાશ કર્યો છે. નારોલ વિસ્તારમાંથી રૂપિયા 4 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે મૂળ રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી કરતાં આરોપીઓને ઝડપી લેવા કમર કસી છે, ત્યારે SOG પોલીસને બાતમી મળી હતી કે, નારોલ વિસ્તારમાં 2 વ્યક્તિઓ નશીલા પદાર્થ સાથે બસમાં સવાર છે. જેથી SOG પોલીસે નારોલ ઓવરબ્રિજ નજીકથી 2 શખ્સોને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બન્નેની પૂછપરછ કરતાં તેઓ મૂળ રાજસ્થાનના વતની મુકેશકુમાર રાજપૂત અને મહેન્દ્ર દેવાસી હોવાનું જણાવ્યુ હતું. આ બન્ને શખ્સો રાજસ્થાનથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. SOG પોલીસે આ બન્ને શખ્સો પાસેથી 4,91,780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત રાજસ્થાનથી લવયેલ MD ડ્રગ્સ કોણે મોકલ્યું છે, અને અમદાવાદમાં કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story