/connect-gujarat/media/post_banners/3bd3bd80912ac6a707f3892e57cb38f852b80e6c1638291bcbdf5cacf6247e4c.jpg)
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં માજી સૈનિકો દ્વારા પોતાના 14 જેટલા પડતર પ્રશ્ને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ શહીદ સ્મારક નજીક માજી સૈનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માજી સૈનિકોની રજૂઆત છે કે, શહીદ થયેલા સૈનિકોના પરિવારને રૂપિયા 1 કરોડ જેટલી રકમ આપવામાં આવે, આ સાથે જ બીજા પણ 14 જેટલા મહત્વના મુદ્દાઓનું સમાધાન કરવામાં આવે તે હેતુસર ગુજરાતના મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા અંગે પણ માજી સૈનિકોએ આયોજન કર્યું છે.
અગાઉ પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ આવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી તે મુદ્દાઓનું કોઈ નિરાકરણ નહીં આવતા ફરી વિરોધના સૂર ઉઠ્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં માજી સૈનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હડતાળ સહિતના ધરણાં કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.