Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: લતીફ ગેંગના સાગરીત નાઝીર વોરાને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો

નઝીર વોરા પર લેન્ડ ગ્રેબિંગ, મારામારી, હત્યાનો પ્રયાસ, ધાકધમકી આપવી આવા અનેક ગંભીર ગુના નોંધાયા છે.

અમદાવાદ: લતીફ ગેંગના સાગરીત નાઝીર વોરાને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો
X

અમદાવાદમાં એક સમયનો કુખ્યાત અને લતીફ નો સાગરીત નઝીર વોરાની વેજલપુર પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે. આરોપીને પાસા કરી ભુજ જેલ હવાલે કરવામાં આવ્યો છે. નઝીર વોરા પર લેન્ડ ગ્રેબિંગ, મારામારી, હત્યાનો પ્રયાસ, ધાકધમકી આપવી આવા અનેક ગંભીર ગુના નોંધાયા છે. ઝોન 7 ડીસીપીએ જુહાપુરામાં નઝીર વોરાની સામે લેન્ડ ગ્રેબિંગ અને વીજ ચોરી સહિત ગુન્હાઓમાં ધરપકડ બાદ આજે તેની same પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદવાદમાં કુખ્યાત લતીફ ગેંગનો સાગરીત નઝીર વોરા જુહાપુરા, વેજલપુર, અને સરખેજમાં ગેરકાયદેસર બિલ્ડિંગ બાંધવી,પ્લોટ દબાણ કરવું વગેરે ગંભીર ગુના નોંધાયેલા છે. નઝીર વોરા સામે હવે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે.

ઝોન 7 ડીસીપી દ્વારા નઝીર વોરા સામે કાર્યવાહી કરી હશે. જેમાં તેને લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુન્હો નોંધાયા છે. નઝીર વોરા સામે લેન્ડ ગ્રેબિંગ, વીજ ચોરી, કેબલ ચોરી જેવા અનેક ગંભીર ગુન્હો નોંધવામાં આવ્યા છે. ત્યારે સરખેજ, જુહાપુરા અને વેજલપુર સહિતના વિસ્તારમાં આતંક મચાવનાર સુલતાન ખાન અને અઝહર કેટલી ગેંગ સામે ગુજસીટોકના ગુના નોંધવામાં આવ્યા છે. હજી ત્રણ ગેંગ સામે કાર્યવાહી કરવાની બાકી છે જે આગામી દિવસોમાં પ્રક્રિયા કરવામાં આવશે.નઝીર વોરા સહિતના કેટલાક ગુનેગારોએ કોર્પોરેશન સાથે મળીને જે ગેરકાયદે બાંધકામ કર્યા છે તેનો ફરી એકવાર સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને આ બાંધકામ દૂર કરશે. આ તમામ કુખ્યાત ગુનેગારોને પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી પણ હવે કરવામાં આવનાર છે.નઝીર વોરા લેન્ડ ગ્રેબિંગ ગુનામાંથી છુટતાની સાથે જ તેની સામે પાસાની કડક કાર્યવાહી કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે.

Next Story